ખેડા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા શ્રી અમિત પ્રકાશ યાદવ
ખેડા જિલ્લાના કલેકટરશ્રી કે.એલ.બચાણીની માહિતી નિયામક તરીકે બદલી થતા આજે ખેડા જિલ્લાના નવ નિયુક્ત કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવને અધિક નિવાસી કલેકટરશ્રી બી.કે.જોશી અને પ્રાંત અધિકારી શ્રી સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ એ આવકર્યા હતા. કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવ મૂળ ઉતરપ્રદેશ વતની છે તેઓ વર્ષ ૨૦૧૩ના સનદી અધિકારી છે. તેઓ સહજ સ્વભાવ ધરાવે છે. શ્રી યાદવે આણંદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમજ કલેકટર નવસારી તરીકે ઉત્તમ કામગીરી બજાવી છે. આજે તેઓએ ખેડા જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળી લીધો છે.
© 2023-2024 Voice of Gujarat. All Rights Reserved.