કાર્યક્રમમાં ખેડા જિલ્લા બ્યુરો ઓફિસના વિપુલભાઈ સરવૈયા (એડ મેનેજર) , રાજેશ પાઠક ( એડ સેલ્સ & માર્કેટિંગ. ડિપા.) જેવો દ્વારા ખેડા જિલ્લા નડિયાદ ઓફિસના સંપર્કમાં આવેલ દરેક સ્ટીંગરોને હર હંમેશ મદદરૂપ થઈને તેઓને વધુ બિઝનેસ તેમજ સમાચાર માટે એક સુંદર રીતે ટ્રીટ તેમજ કન્વીસ કરીને યોગ્ય માર્ગદર્શન આપીને કાબિલ બનાવવામાં તેઓની સાચી મહેનત હોય અને તમામ સ્ટિંગરો પણ સતત દોડતા રહી પોતાની કામગીરી બતાવી...!! જેને લઇને નડિયાદ બ્યુરો ઓફિસ સાથે કાર્યરત એવા એજન્સી સ્ટીંગરો,ખેડા જિલ્લામાં પ્રથમ નંબરે આવ્યા..!! તો આ શ્રેય ના હકદાર ઘણા બધા હોય છે તેમાં દિવ્યભાસ્કર પરિવાર સાથે જોડાયેલા છે તેવા દરેક જિલ્લાઓમાં પોતાની પોસ્ટ મુજબ ડિપાર્ટમેન્ટમા દિવ્ય ભાસ્કર દૈનિક ન્યૂઝ પેપરને બેધડક, સર્વશ્રેષ્ઠ, વાચકો સુધી રસપ્રદ હોય તેવું બધું પહોંચાડતા, દરેક ધંધાકીય પ્લેટફોર્મો ને વધુ સફળતા તેમજ વધુ ને વધુ વેગ મળે તે રીતે પોતાની આગવી શૈલીમાં જહેરાત ના માધ્યમ થી માર્કેટમા એક એક્સ્ટ્રા ક્વોલિટીમાં પ્રસારિત કરે છે તો સાથે સાથે સચોટ.. સત્ય.. એટલે કે બે ધડક સાચી વાત..!!, ભ્રષ્ટાચારને ઉજાગર....!! કરવા જેવા નિડરતાપૂર્વક નિષ્પક્ષ સમાચાર..!! ના માધ્યમથી લોકો સુધી પહોંચાડતા એવા દિવ્યભાસ્કર ના
શ્રી સંદીપ ચૌહાણ(COO) ,
શ્રી દેવેન્દ્ર ભટનાગર,( સ્ટેટ એડિટર) ,
શ્રી હેતલ મોદી (સેટેલાઈટ હેડ ) ,
શ્રી અર્જુન ડાંગર ( સેટેલાઈટ એડિટર ) ,
શ્રી ચેતનભાઇ પટેલ ( ચરોતર એડિટર), તથા કિશોરભાઈ ઉપાધ્યાય જેવા મહાનુભાવો પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને પણ તેઓની સારી તેમજ ઉત્તમ કામગીરીને લઈને આવું સારું પરિણામ કંપનીને મળ્યું છે...!! જેને લઈને તેઓને પણ સ્ટેજ ઉપર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ખેડા જિલ્લા માંથી નડિયાદ બ્યુરો ઓફિસ સાથે જોડાયેલ એવા વિવિધ તાલુકાઓના સ્ટ્રીગરો જેમા બીપીન પંડ્યા, મયંક પંડ્યા, તેજવાન સેવક, ચિરંજીવી, ગૌરવ ગજ્જર,મિતુલ પટેલ, વિરાંગ મહેતા સૌ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો આજ રીતે ગુજરાતમાંથી આવેલ વિવિધ જિલ્લાઓ તેમજ તાલુકાના, શહેરોના એજન્સી તેમજ સ્ટિંગરો ને સન્માનિત કરવામાં આવીયા હતા.
કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કર હેડ ડિપાર્ટમેન્ટ ના હેડો દ્વારા સારી કામગીરીને લઈને, સાથ સહકારને લઈને તેઓ દ્વારા પણ પ્રાસંગિક સુંદર વક્તવ્ય આપી સૌ કોઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં વિશેષ સારી કામગીરી કરીને દિવ્યભાસ્કર કંપનીની સાથે સાથે તેઓ પણ સફળતાના સોપાન સર કરી પ્રગતિ કરે, પોતાનું નામ રોશન કરે જેથી આ રીતે કંપની દ્વારા અને તેઓ દ્વારા ઉત્તમ કામગીરીને લઈને તેઓનું સન્માન થાય તેને લઈને એવોર્ડ, સર્ટિફિકેટ, મેડલ મેળવનાર સૌ કોઈને શુભેચ્છા પાઠવી હતી.
જે મિત્રોને સફળતા મળી છે તેઓને વધુ સફળતા મળે અને સ્ટેજ ની પાસે આગળની હરોળમાં તેઓને સ્થાન મળે અને જે મિત્રો આનાથી વંચિત એટલે કે હાલ દૂર છે તેઓએ પણ અફસોસ ન કરવો કે અમને એવોર્ડ નથી મળ્યો.. પણ તે સૌ કોઈએ પણ વધુ મહેનત કરી આવનાર સમયમાં આના હકદાર બને તેવી પ્રભુ પ્રાર્થના સાથે શુભેચ્છા પાઠવી હતી.
દિવ્ય ભાસ્કર દ્વારા આ વિઆઈપી એવી અતિ ઉત્તમ O7 ક્લબમાં અદભુત આયોજન, નામાંકિત કલાકારો, મનોરંજન, સુંદર વ્યવસ્થા, સ્વાદિષ્ટ ભોજ, તેમજ આ પ્રસંગે આમન્ત્રિત પધારેલ તમામને સુંદર કીટ સાથે તૈયાર કરેલ દિવ્ય ભાસ્કર બ્રાન્ડેડ ગીફટેડ બેગ જેવી વિશેષ સેવાઓ સાથે માનભેર સ્વાગત, સન્માન તેમજ આમન્ત્રિત કરવા બદલ દિવ્ય ભાસ્કર પરિવાર સાથે જોડાયેલ અને આવનાર સૌ કોઈએ તહે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
અંતમાં અતિ સુંદર એન્કરિંગ કરનાર એન્કરો, દિવ્યભાસ્કર ડિપાર્ટમેન્ટ ના હેડ તેમજ સમગ્ર દિવ્યભાસ્કર પરિવાર તરફથી દૂર દૂરથી આવેલ એજન્સીઓ, પત્રકારો, જેવા આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર સૌ કોઈ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આમ દિવ્યભાસ્કર દ્વારા આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં મોટી સંખ્યામાં સૌ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવી સુંદર.. સાહી..લાજવાબ.. ભોજ ની વ્યવસ્થા કરેલ ભોજન લઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા.
Virang Maheta
Voice Of Gujarat News
https://www.voiceofgujaratnews.in/
© 2023-2024 Voice of Gujarat. All Rights Reserved.