નારીશક્તિ વંદન કાર્યક્રમ સ્વ સહાય જૂથ અભિયાન વંદન કાર્યક્રમ સ્વ સહાય જૂથ અભિયાન અંતર્ગત તા ૨/૨/૨૦૨૪ના રોજ CRP અને VO સાથે ચાઈ પે ચર્ચાના કાર્યક્ર્મનુ મહેમદાવાદ નવ જીવન સોસાયટી ખાતે યોગેશભાઇ પટેલના નિવાસ સ્થાને આયોજન કરવામાં આવ્યુ. જેમાં CRP અને VO સાથે સખીમંડળની બહેનો ને સ્વ સહાય જૂથ, NGO સંપર્ક તેમજ વિવિધ યોજના અંગે ચર્ચાનું કાર્યક્રમ રાખેલ જેમાં મહેમદાવાદ વિધાનસભાની શક્તિ વંદનની ટીમ CRP અને VO , મહેમદાવાદ શહેર સંગઠનના સભ્યો ,મહેમદાવાદ મહિલા મોરચાના સભ્યો,જિલ્લા મહિલા મોરચાના સભ્યો ,મહેમદાવાદ તાલુકા મહિલા મોરચાના સભ્યો, ભજન મંડળીની બહેનો, તેમજ સખી મંડલ ની બહેનો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શહેર પ્રભારી બાકુબેન ડોડીયા ,મહેમદાવાદ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ પટેલ , મહા મંત્રી તથા કાર્યક્રમના સંયોજક કમલેશભાઇ પાંડવ , મનીષભાઇ પારેખ ,દીપ્તીબેન ભટટ, નિમેષભાઇ જોષી , વિપુલભાઇ ઠકકર , જે.કે.શાહ, ચિરાગભાઇ શાહ ,પરાગભાઇ શેઠ તથા મહીલા મોરચા પ્રમુદ ગીતાંજલીબેન , મહીલા મોરચા મહામંત્રી , ઇલાબેન ગોસ્વામી , તથા અલગ અલગ મંડળની બહેનો , પારુલબેન શાહ ,હર્ષિદાબેન ભાવશાર તથા તાલુક પ્રમુખ અજબસિંહ ડાભી જેવા મહાનુભવો હાજર રહયા હતા. આ પ્રસંગે બાકુબેન ડોડીયા , ગીતાંજલીબેન તથા ઇલાબેન તથા દીપ્તીબેન તથા હર્ષિદાબેનનાઓએ સરકારની યોજનાઓ જણાવી હતી. તથા મહેમદાવાદ શહેર મહામંત્રી કમલેશભાઇ પાંડવ (એડવોકેટ) દ્રારા યોજનામાં કોઇપણ પ્રકારની તકલીફ ઉપસ્થીત થાય તો મારા તરફથી તમામ મદદ કરવામાં આવશે. તેવી બાંહેઘરી આપી હતી. સૌનો આભાર માની મહીલાઓએ ચા તથા નાસ્તો કરી કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવેલ હતી.
© 2023-2024 Voice of Gujarat. All Rights Reserved.